મુજ પ્રણયઊર્મિઓ વાટલડી જુએ, આંખલડી ને હૈયા કેમ ભીંજાણા,
મુજ સપનું જોયું પીયુ આગમન નું , હવે તો કર મધુર વધામણા.,
વિરહમાં ઝૂરવા હંમેશા એકલતા હાથ ઝાલી ખેચે મુજ ને,
સુના રુદિયા નીતરે કાલ વિંઝણો વિંઝાયો હૈયા નાં ગંજીફે.,
એકલતા ની થપાટો ને વેરાન જગ મહી,
શબ્દોમાં ઘૂંટ સ્મરણ વ્યથાઓ સહી,
હવે અંતરીયા રીઝવવા સુંદર પારેવાં જેવી,
મારકણી યાદો ની પ્રિયતમા મુજ ને મળી.
નલિની સિંહ

No comments:
Post a Comment