Friday, 10 August 2012

સાચી પ્રીતલડી ની રીતલડી થી




રંગ બદલતી આ પ્રેમ દુનિયા માં, 

મુજ રૂદિયા જ્ખ્મે હાલ,પલકો બેહાલ,

આ કળિયુગી પ્રીતલડી ની રીતલડી થી, 

મુજ સંગ ખુદા ય મારો હેરાન.


આયખું આખું દિલ નાં ઉભરા ઠાલવવા,

વલખાતું મુજ પળ પળ મરવું પડ્યું,

મુજ આ પામર માનવી રુદિયામાં એક જ, 

ધૂન લાગી,વલખે આ દલડું મુજ મનડું.






હવે તો સાચા મન મિત અને સાચી પ્રીત સંગ,

ફના થાવું, કે ફના કરવું આ પાર કે પેલે પાર,

જે મુજ સપનું જોયું સાચી પ્ર્રીતલડી કાજ, 

તરસ્યા એ રૂદિયા, ઝંખતા ઝૂરતા મીટ માંડતા આજ.


મુજ રઘવાયું મનડું નજરો બિછાવી, 

દુન્વયી ચાહત અજમાવવા ધબકતું દોટો કાઢતું આશ, 

મુજ પ્રણયઊર્મિઓ વાટલડી જુએ,"નીશી ",

સાચી પ્રીતલડી ની રીતલડી થી નિસાસા મેલતું મનડું આજ. 

                                              નલિની સિંહ "નીશી "

No comments:

Post a Comment