Sunday, 19 August 2012

તને ભીંજવું છું ને ?



પ્રિયે, વરસો થી ઘૂઘવતા સાગર કિનારે બેઠી તુજ વ્હાલમ ની વાટુ જોતી ,

છલકાતો સાગર માસૂમ ઉછાળા મારતો, મુજ કોરા રૂદિયા ને તરબોળતો, 



તન મન ભીંજવતો, કદમો ચૂમતો, વહ્યો ગયો,તોય અમો બુંદ તરસ્યા,

ઘૂઘવતા ઉછાળા લાગણીથી ઉભરાઈ મુજને દિલાસો આપતા ગયા કે,




હું જ તારો છું, તારી નજીક છું, તને સ્પર્શું છું, તને ભીંજવું છું ને ? 


ત્યારથી ઘૂઘવતા સાગર નાં તોફાની ઉછાળા ની રાહ જોતી,

તેના સ્પર્શ માં તરબોળ ડૂબવા અમ વિરહી આંખ્યું વાટલડી જોતી. 


                                         તા ૨૪/૭/૨૦૧૨       નલિની સિંહ


No comments:

Post a Comment