સનમ , રૂસ્વાઇ રાતો માં તારી અલ્લડ જવાની નો સ્પર્શ...જો મને મળે,
સનમ , તારા ઝાંઝરીયા ના ઝંકારે સાત સુરો ની સરગમ... જો મને મળે.
સનમ , તારી પ્રીત વફા ની રંગત શ્વાસે શ્વાસે એહસાસ જગાડે... જો મને,
સનમ , તારા પ્રેમ ની વાછંટ અનરાધાર ભીંજવે તન મન ને... જો મને.
સનમ , તારા મન મંદિરીયા માં ચાંદની રાત સજાવી શમણાં ગૂંથવા... જો મને મળે,
સનમ , તારી પાંપણ નાં પલકારે અમ સપના ની સૃષ્ટિ સજાવવા... જો મને મળે.
સનમ ,તારા પ્યાર નાં નશા નો મુજ મગરૂર દીવાની ને ખુમાર... જો જોવા મળે,
સનમ , તારી મદ મસ્ત બાહો ની સંગત મારા રોમ રોમ ને ઝંકૃત... જો મને કરે.
નલિની સિંહ " નીશી "

No comments:
Post a Comment