..... રે માનવ .....
જેને ચાહિયે એ આપણું નથી,
જેને નથી ચાહતા તે આપણું છે.
આ દુન્વયી ચાહત માટે કુદરત નો
કરિશ્મા ખેલ નિરાળો છે.
આ જગ માં મન ચાહી મંઝિલ અને
મન ચાહ્યો પ્યાર કોને મળ્યો છે.
આ સંવેદનાવિહીન પત્થર દિલ
દુનિયા માં “નીશી” આવા કિસ્સા બેસુમાર છે.
ચાહત માટે તું તડપે,
કેમ મજાક બનાવી રહયો છે તારી જાત ને ?
ચાહત માટે તું વલખે,
કેમ કમજોર હૃદય પર જખમ ઉઝરડા પાડે ?
રે માનવ, ભરપુર પ્રેમ નો સમંદર તો
સંચરે તારા શાશ્વત ઈશ્વર દિલ માં,
રેમાનવ,શા માટે, આમ તેમ બાવરો
બહાર શોધે આ સ્વાર્થી મનેખડા માં.
નલિની સિંહ “નીશી”

No comments:
Post a Comment