મુજ નજરો માં છુપાવી, તને જમાના ની
નજરો થી બચાવવાની ચાહત,
તુજ હૈયે ચાહતના નશા માં ડૂબી,
દુશ્મન દુનિયા ને ભૂલી જવાની ચાહત.
તારા રૂદિયા માં વસી, તને સતાવવાની,
મનાવવાની,ચાહવાની ચાહત.
તારી પ્રેમ ભીની લાગણીઓ ના ભીતરના
મુજ ઝાંઝર અને કંગના નાં ઝંકારે સરગમે,
તુજ ને બાવરા બનાવવાની ચાહત.
મુજ બિંદી અને મેહંદી ની રંગત નાં સ્પર્શ થી,
તુજ તન મન ને રંગવાની ચાહત.
નલિની સિંહ " નીશી "

No comments:
Post a Comment