Sunday, 19 August 2012

મુજ હૈયે તુજ અમાનત



ભીતર અને બાહર !! મુજ હૈયે તુજ અમાનત ! તુજ અમીની પ્યાલી,
પ્રભુ ! શું તુજ બલિહારી છે, કે સુખદ અંજામ મુજને દઈ ! લઈ લે પછી.


એક જ્યોત જાજવલ્યમાન, કોઈ જુદા જગતથી સજતી સવરતી આવી,
પાથરવાને પ્રકાશ મતવાલી નઝરની રેલી લઇ નાદાન પગલી આવી.





સુહાની ચાંદની જેવી નીખરતી ચંચલ નવોઢા રાત સુહાની લઈ આવી, 
મુજ હૈયે પીયુ મિલન ની મીઠડી આશ જગાવતી ઘૂમટો સરકાવતી આવી,

રાતની રાણી મુજ જીવન સંગ ઉત્સવ ઉજવવા પ્રેમરસ લઈ રૂમઝૂમતી આવી.

                                                                                                `નલિની સિંહ 

No comments:

Post a Comment