Friday, 10 August 2012

તુજ ખભા નો સહારો "નીશી " મન મોહિની..



ઋતુ ભીની ભીની ને ઝીલમીલ તારલા માં,

રૂપડું દેખાડે એવી ચુંદડી ઝીણી ઝીણી,

પ્રેમ મિલન રંગ તરંગ થી પાલવડે નાદાન

પ્રીત સજાવી તુજ સંગ આવું દોડી દોડી..




ઘટા ઘનઘોર વાદળ વીજળી ને રચે મિલન મધુરું,

મુજ ટહુકી ટહુકીને નાચે મનમોરલો,

હોઠ પર તુજ નામ ફફડે મન મંદિરી એ ઝાલરીયો,

ને લાગણી ઓ પ્રેમ સાગર છલકાયો.. 








બિંદી, કંગન, પાયલ મચલતા મુજ અરમાન,

જ્યારે સ્પર્શશે ભીના સ્પંદનો તુજ ને ઝંકૃત કરશે,

નભ નાં સુંદર ચાંદ સિતારા ય ઝાંખા પડશે,

જ્યારે મુજ પ્રેમ ભીનું હૃદય તુજ ને ઝંકૃત કરશે..




સ્વપન નું પ્રેમ નગર મળશે પ્રેમ ની નદી છલકાય,

બે કાઠે તુજ અતૃપ્ત મીઠડી લાગણીઓ ની,

ઝીલમીલ પાલવડે ધરતી ને ગગન જોને,

અમાનત પગલી તુજ ખભા નો સહારો "નીશી " મન મોહિની..


                                                          નલિની સિંહ "નીશી "





No comments:

Post a Comment