Friday, 10 August 2012

અને મેહુલીયો ય મુન્જાંણો છે





આ મેહુલિયા ને ધરતી માં નાં પ્રેમ માં ક્યાં કચાશ આવી ? 

ક્યાંક અહી નાં આ મનેખડા ની આ ટેવ શું આડે આવી ? 



અહી તો દલડા આપવાની અને દલડા લેવાની રોજે રોજ હોડ ચાલે , 

હવે તો અહી મનેખડા દલડા ની અકસ્યામત રોજે રોજ લુટાવતો ચાલે, 

હવે તો રોજે રોજ ની આ રમત રમાય, હવે તો રોજે રોજ ની આ ટેવ ચાલે,








અહી પ્રેમ્યું ની હાટડીઓ ખોલી, કીધો પ્રેમનો ફજેતો, નિત નવા દલડાની શોધ્યું ચાલી, 

દલડા જોડે છેડ છાડી, કલયુગી પ્રેમ્યું એ રમત માંડી, 

નિત નવા દલડા પામવા ફાફા ફાફી - અફડા તફડી, 

મનેખડાઓ એ ભેગા થઇ દલડા ની જેમ, આ ધરતીમાંને પીંજી નાખી , 



હવે તો આ ધરતી મા મુંજાઈ છે "નીશી" અને મેહુલીયો ય મુન્જાંણો છે 

કે પછી મેહુલીયો આ ધરતી પર વસતા આ મનેખડાથી રુઠ્યો છે શું ? 

કે પછી આ મનેખડાને જ આવા માવઠાની ટેવ્યું પડી છે કે શું ? 


                                                                      નલિની સિંહ "નીશી "`

No comments:

Post a Comment