Friday, 17 August 2012

પ્રભુની બલિહારી છે મુજ હૈયે



મન વાદળી વરસીસ જ્યારે આ અતૃપ્ત તરસી ધરા છલકાવી દઈશ,

યુગ તપતી ધરાને અમૃતમય તરબતર પ્રેમ સ્પર્શ થી સહેલાવી દઈશ.



ભીની ભીની નાજુક લાગણીઓનો ઉન્માદ બગીચો મેહ્કાવી દઈશ,

મંદમંદ નશીલી ખુશ્બુઓથી મહોબ્બતનો માહોલ મદહોશ બનાવી દઈશ.





તુજ ભીતરનો લાગણી દરિયો મોજો છોળોથી છલકાવી દઈશ,

તુજ માશુક મિજાજને મતવાલી તીરછી નઝરથી મચલાવી જઈશ.



બારે માસ ની મૌસમ ને રંગત રેલી મિલનમાં તડપાવી દઈશ,

તુજ શાંત રૂદિયામાં મધુરી શી બોલે કોયલડી ટહુકાવી જઈશ.



યુગો તરસી આ અતૃપ્ત ધરા ની અમૃત પ્યાસ છિપાવી જઈશ,

બાહો ફેલાવી નદીઓ માં મિલન નો પૂર ઉન્માદ જગાવી જઈશ.



ટહુકે નાચે મન-મોરલો ઘટા ઘનઘોર વાદળ ને વીજળી ચમકાવી દઈશ,

ચારેકોર ભારે પૂર જળ થલ આકાશી આખોથી અશ્રુધોધ વહેવડાવી દઈશ,

પ્રભુની બલિહારી છે મુજ હૈયે શુદ્ધ સ્નેહની સરિતા પ્રેમ રસે પીવડાવી જઈશ.

                                                                                  નલિની સિંહ  "નીશી "

તા. ૩/૮/૨૦૧૨

No comments:

Post a Comment