“આવી મૌસમ” પીયુ આગમન હરખીલા સાજન,
મેહુલા નાં મિલન ની, પ્રીત લાગણીઓને લણવાની.
“આવી મૌસમ” બારેમાસની મુજ શાંત હૈયે મંદ મંદ,
હેત ખુશ્બુઓ નો માહોલ સદા ય ફૂટતાં રહેવાની.
“આવી મૌસમ” ખાંગા બનીને વરસે મુજ મન ભીતર,
મદહોશ અવિરત લાગણીઓ ની રંગત રેલી ઘોડા પૂરની.
“આવી મૌસમ” માશુક મિજાજ માહોલ ઘટા ઘનઘોર,
વાદળ, વીજળી, કોયલડી ને ટહુકતા”નિશી”મન મયુરની.
નલિની સિંહ " નિશી "

No comments:
Post a Comment