Thursday, 30 August 2012

अरे, ऐसे कैसे सताना, जताना, छेडना छोड़ दे ?

अरे, 

ऐसे कैसे सताना, जताना, छेडना छोड़ दे ? 

जो बदनाम हो गए है हम, 


हमने बेइंतिहा महोब्बत की है, 

आंसू ओ से जखम धोये है, 





एक ही तो दील है, और इश्क की थकान है , 

जो दर्द ऐ घायल दिल पर इश्क का राज है. 


सुकूने ऐ दिल नहीं, इश्क पर बेसब्र नज़र है 

तुमको पाकर भी न कम हो सकी दिल की बेताबीया . 

                                  नलिनी सिंह ".नीशी "

સંવેદના વિહીન, બુઠ્ઠું બન્યું 2

સમગ્ર પ્રેમ જગત સંવેદના વિહીન, બુઠ્ઠું બન્યું, 

પ્રેમ શબ્દ થી શ્રધ્ધા ઉઠી ગઈ, 

સંવેદના ઓ બુઠ્ઠી થઇ, 

હસ્તરેખા ઓ ભુંસાતી ગઈ, 

સુહાની રાતલડી ઓ રિસાઈ, 

આતુર રુદિયે દીવાનગી ઘેરાઈ.






આખોનો ઉજાશ ઝંખવાયા, 

પ્રણય કમળ વિલાયા, 

મધુર શમણાં નંદવાયા, 

લલાટ નાં લેખ રીસાયા, 

વફાદારી નાં છોડ ચિમળાયા.

નલિની સિંહ "નીશી "

મીઠી યાદલડી નો સ્પર્શ. 2



મુજ હૈયા ની અમૂલ્ય સૌગાત છે , 

તારી મીઠી યાદલડી નો સ્પર્શ. 


મુજ પાંપણ નાં અશ્રુ મોતી છે , 

તારી મીઠી યાદલડી નો સ્પર્શ. 





તુજ મુજ સંવેદના ઓ ની નિશાની છે , 

તારી મીઠી યાદલડી નો સ્પર્શ. 


તુજ મુજ પ્રીત અતિત ની અટારી છે , 

તારી મીઠી યાદલડી નો સ્પર્શ "નીશી ". 

                                                     નલિની સિંહ "નીશી "

તુજ સહારા ની પાંખે



તુજ સહારા ની પાંખે ઉડવું મંઝીલ ભણી 

તુજ પ્રીત સંગ, 


જાલિમ દુનિયા ભૂલી ને દૂર દેશ જાવું 

તુજ પ્રીત સંગ,




કેડીએ કેડીએ ચાલીને ડુંગરે ડુંગરે ભમવું 

તુજ પ્રીત સંગ, 


જંગલોની ભૂલ ભુલામણી માં ભટકવું "નીશી " 

તુજ પ્રીત સંગ. 

નલિની સિંહ "નીશી "

નદી થઇ ને વહેવું



નદી થઇ ને વહેવું , 

તુજ સાગર નાં ઉછાળા માં નહાવું,


વ્હાલપ નું વહેણ દોટો મેલતું ,

 સાગર ની બાહો માં સમાવું.





મનડા અમારા માને નહી ને

 હૈયા ઝાલ્યા ઝલાય નાં,


યાદો નો સમંદર ઉછળતો,

 "નીશી " પીયુ મિલન ને કાજ.


નલિની સિંહ "નીશી "

તારી મીઠી યાદલડી નો સ્પર્શ -1


મુજ ઝીંદગી નો ખજાનો છે, 

તારી મીઠી યાદલડી નો સ્પર્શ, 


મુજ જીવતર નો સહારો છે, 

તારી મીઠી યાદલડી નો સ્પર્શ.





મુજ રિસામણા "નીશી "ની મીઠી જીદ છે, 

તારી મીઠી યાદલડી નો સ્પર્શ. 


તુજ મનામણા ની મીઠી રીત છે,

તારી મીઠી યાદલડી નો સ્પર્શ. 


નલિની સિંહ "નીશી "

Wednesday, 29 August 2012

એક જીવન


એક જીવન

સહિયારી લાગણી 

ફેરો સફળ.


નલિની સિંહ ' નીશી "

SANAM....


JAY SHREE KRISHNA










વ્હાલમ નાં વહેમ માં ભરમાયા



વ્હાલમ નાં વહેમ માં ભરમાયા, 

વગર પાંખે ઉડતા શીખ્યા, 

તારે કાજે ચૂટેલા ફૂલડાં મુરઝાયા, 

કલમ થી કાગળ પર શબ્દો ઠાલા ચિતરાયા.




                                                              નલિની સિંહ “નીશી”

Tuesday, 28 August 2012

લાખ જીજીવિષા



લાખ જીજીવિષા, 

પણ ક્યા આપણું ધાર્યું થાય ? 

ધાર્યું ધણી નું થાય , 







ઝીંદગી ની પરિભાષા, 

ભૂલ ભુલામણી માં ભરમાયા. 



વગર પાંખે ઉડ્યા,“નીશી ” 

શાંત પાણી માં કાંકરી ચાળો કર્યો. 

                                                    નલિની સિંહ “નીશી”

सनम ..इस दिल में आ के बस जाईये..


..... सनम ..... 

इस दिल में आ के बस जाईये.. 
इस दिल में दर्द का रोग छोड़ जाईये.. 

इस दिल को इश्क में ऐसे डुबाते जाईये..
या फिर इस दिल के खिलौने से खेलते जाईये..




इस दिल में मुहब्बत की ऐसी आग लगा दे.. 
बस इस दिल को दर्द से ऐसा भर दे..

की ... " नीशी " 
पुरे आलम में ये दरद दर्द की दवा ना मिले,

या ... 
फिर दीवाना कर के ये दुनिया के हवाले कर दे !

या !
 बिखेर दे.! 

नलिनी सिंह " नीशी " —

જેને ચાહિયે એ આપણું નથી

..... રે માનવ .....

જેને ચાહિયે એ આપણું નથી, 
જેને નથી ચાહતા તે આપણું છે.

આ દુન્વયી ચાહત માટે કુદરત નો 
કરિશ્મા ખેલ નિરાળો છે. 


આ જગ માં મન ચાહી મંઝિલ અને 
મન ચાહ્યો પ્યાર કોને મળ્યો છે. 

આ સંવેદનાવિહીન પત્થર દિલ 
દુનિયા માં “નીશી” આવા કિસ્સા બેસુમાર છે. 




ચાહત માટે તું તડપે, 
કેમ મજાક બનાવી રહયો છે તારી જાત ને ? 

ચાહત માટે તું વલખે, 
કેમ કમજોર હૃદય પર જખમ ઉઝરડા પાડે ?  

રે માનવ, ભરપુર પ્રેમ નો સમંદર તો 
સંચરે તારા શાશ્વત ઈશ્વર દિલ માં,


રેમાનવ,શા માટે, આમ તેમ બાવરો 
બહાર શોધે આ સ્વાર્થી મનેખડા માં.


નલિની સિંહ “નીશી” 

Monday, 27 August 2012

तेरा हुस्न इश्क क़यामत

सनम के बग़ैर ये ज़िन्दगी अब कहाँ गुज़रे,..

तेरा हुस्न इश्क क़यामत,
हौले से मुस्कुराना क़यामत,

झील सी आँखें क़यामत,
चाल में मस्ती क़यामत.



आँचल को लहराना, क़यामत,
शर्माने की अदा,क़यामत, 

घटा सी खुली जुल्फें, क़यामत,
तेरा य़ू पास जाना,क़यामत, 

तेरी नजरे य़ू उठाना मेरा फ़साना ..सुबान अल्लाह.. 

                                                      नलिनी सिंह " नीशी "..

મુજ આ ઝીંદગી ખારી

મુજ આ ઝીંદગી ખારી, 

મુજ હૈયા નો ઉકળાટ ખારો. 


તેથી આંખલડી નાં આંસુ નો સ્વાદ ખારો,

તેથી જ હોઠ ને સ્વાદ લાગ્યો ખારો, 




નાં ચાહું હું મહા સાગર જેટલો વિશાલ પ્રેમ,

નાં ચાહું એની ખારાશ કે નાં એનો ખારો એનો પ્રેમ.


"નીશી " હું તો ચાહું ખોબલો જ પ્રેમ,પણ મીઠી વીરડી પ્રેમ. 

                                                             નલિની સિંહ "નીશી "

લાગણી ઓ ની માવજત નાં આવડી


લાગણી ઓ ની માવજત નાં આવડી, 

કે મારી ખામોશી નડી,કે સંબધોને નઝર લાગી ? 

સંજોગો ની કસોટી કે નસીબ ની મજબૂરી.




બંધ છે હોઠ છતાં દિલ માં કોઈ વાત છે,

દિલ માં વાતો છે... હોઠ બંધ ની આ સજા છે ? 

"નીશી " આભાસી સમીકરણો સંબંધની શરૂઆતમાં સમજાયા હોત તો ? 

                                                              નલિની સિંહ "નીશી "

JAY SHRI KRISHAN


સંવેદના વિહીન,બુઠ્ઠું બન્યું 1


આ સમગ્ર પ્રેમ જગત સંવેદના વિહીન,બુઠ્ઠું બન્યું.. 

આંખમાં થી આંસુ સુકાઈ ગયા, 
હૈયા પત્થર નાં થઇ ગયા, 

યાદો નાં સ્પંદન ઠરી ગયા, 
લાગણીઓ બરફ થઇ ગઈ.




આંખો નાં અંજન રેલાયા, 
ગાલો નું ખંજન મુરઝાયા, 

"નીશી " ચેહરા નાં નૂર હણાયા, 
અશ્રુ ધોધ થી પાલવડા ભીંજાયા. 

                                                            નલિની સિંહ "નીશી " 

Sunday, 26 August 2012



પ્રેમ વ્હાલમના વહેમમાં એકાદી લહેરખી મુખડું જોવા,
બેતાબ મનડું તલસી જતાં.,


જાગતી રાતોમાં સુરમાયી આંખોનાં કાજળ,
કાળી વાદલડી બની રેલાયા ઉજાગરામાં., 


ઉગમણા પહોરમાં નીતરતી આંખોનાં એ કાજળ,
હૈયાફાટ રુદન બની છલકાયાં એકલતામાં. 




નલિની સિંહ "નીશી "



मेरे दिलमे उससे मिलने की आस है | 

मेरे आशा दीप में उससे मिलने की चाहत है || 

मुजे मेरी मासूम मोहब्बत के भरोसे पे नाज़ है |





उषा की लाली से फूलो मे जमी हुई तुषार पर , 

तुम्हे जो महसूस जो करती हू |

मुजे मेरे लहराते आँचल की आहट पर,

 तेरे वजूद का एहसास जो है ||



नलिनी सिंह " नीशी " 





આ તારી અને મારી પ્રેમ ની જીદ છોડી,..

પ્રણય ની સફરમાં જો આપ્યો હોત તમે મારા હાથોમાં હાથ, 

અમ રૂદિયામાં લાગણીઓ નું એક વાદળ રચાત, 


જ્યાં રહેવું’તું જન્મો જનમ મારે તુંજ પ્રેમની સંગાથ. -- 



નલિની સિંહ "નીશી "


તુજ પર ધોધમાર હેતની હેલી વરસાવવા, 
આતુર રુદિયા હવે અમારા વશમાં નથી.

વાદળ ગરજે અને દિલ એકાદ ધબકારો પણ ચુકે, 
હવે વરસાદી અમી છાંટણા પણ ભારેખમ લાગે. 


તુજ વિના વર્ષાનાં નવાં નીર ની છલકાતી ઝડી પજવે મને,
બેચેન રુદિયા હવે અમારા બસમાં નથી . 





                                                     નલિની સિંહ "નીશી " 



તારૂં તો તૂં જાણે, મારી જ મને ખબર છે કે....

વ્યાકૂળ હૃદય અને આંખોં ને હું ભ્રમ માં રાખું છું., 

કેમ કે ઘાયલ હૃદય માં આજે અફડા તફડી મચી ગઈ છે.. 





                                                
નલિની સિંહ "નીશી "            

ગીરગિટ દુનિયા શું જાણે



દર્દ સાથે અમારા જૂના સંબંધો 

કદી ઝંખી હતી એવી આ જિંદગી નથી 

ક્યાં ખબર હતી પ્રેમ પણ વહેમ હોય છે 

હૃદયની વ્યથા વિષે આ ગીરગિટ દુનિયા શું જાણે`




નલિની સિંહ "નીશી " 

તો દર્દ એ દિલ




સનમ ની એક નાની સુની વાત માં, 

સનમ કોની પ્રીત ચઢિયાતી ના ઝગડામાં. 


નફરત નો મહાસાગર ઉમટ્યો, 

જન્મો ની ચિર વિરહ ની વેદના આપી ગયો.






મહોબ્બત નાં આ અંજામ થી  "નીશી " 

રોમ રોમ લાગણીઓ તડપી ઉઠી. 


કમજોર હૃદયે ઉઝરડાથી દિવાના બન્યા, 

તો દર્દ એ દિલ નાં તોફાન થી દેવદાસ બન્યા. 


                                                      નલિની સિંહ "નીશી "

Saturday, 25 August 2012

ત્યાં જ છેતરાઈ ગયા.



મુજ લાગણી ઓ થી રમત કેમ રમી ગયા ?

મુજ અસ્તિત્વ ને જોખમ માં કેમ મૂકી ગયા ?


ક્યાં કમી રહી અમારી પ્રીત વફા માં,

તે આવી ક્રૂર રમત રમી ગયા ? 


કે પછી !
તારા કળિયુગી પેંતરા ને અમો ઓળખી નાં શક્યા? 

કે પછી !
" નીશી " મુજ નાદાન નજરો થી જોઈ મેં તારી પ્રીત ની રીત, 


અને બસ, અમો ત્યાં જ છેતરાઈ ગયા.

                                                       નલિની સિંહ " નીશી "

જુઠી દુનિયા અને સાચુકલી ઝીંદગી



જુઠા મનેખડા, જુઠી દુનિયા, જુઠો પ્યાર, જુઠી તસલ્લી, જુઠા સંબંધો, 

જુઠા વાયદા, જુઠા વિસામા, જુઠી કસમો, જુઠા સહારા, જુઠા વચનો. 


જુઠા આકર્ષણ, જુઠા ખેંચાણ, જુઠા શબ્દો ની ભ્રમ જાળ,જુઠા લગાવ,

જુઠી લાગણી ઓ, જુઠા દિલાસા, જુઠી વાતો, જુઠા શમણાં, જુઠી આશ.




આ જુઠી દુન્વયી ચાહત કાજે શાને અફડા તફડી મચાવી રહી છે આ ઝીંદગી ? 

આ જુઠી દુનિયા ની કાજે શાને સાચુકલા આશું વહાવી રહી છે આ ઝીંદગી ? 


આ જુઠી પ્રીતડી ની કાજે શાને સાચુકલા સ્પંદનો સ્ફૂરી રહી છે આ ઝીંદગી ?. 

આ જુઠી દુનિયા ની વચ્ચે કેમ કરી જીવું હું આ પ્રભુ અર્પિત સાચુકલી ઝીંદગી ?


                                                              નલિની સિંહ " નીશી "

Friday, 24 August 2012

तो तुझे पाकर



तुम देते यूँ ही हमारा साथ, हम करिश्मा कर जाते पुरे आलम मे| 

हमारे जीने मरने की कसमे ली जाती, पुरे इस कायनात में || 




हमारे खूबसूरत प्यार की कहानी, धूम मचा जाती पुरे जग में |

हमारे ह्रदय की अनमोल फसल के चर्चे होते, इस पुरे जहाँ में || 



हमारे मासूम महोब्बत की मिशाल, मशहूर हो जाती इस दुनिया मे| 

हमारे प्रेम की अनुभूती शामिल हो जाती, कुदरत की हर रचना में || 



                                                         नलिनी सिंह " नीशी "

हर शायरी में



अपनों के सितम हर किसी को बताये नहीं जाते |

ये वो हादसे है जो हर किसी को सुनाये नहीं जाते ||




वो समजने लगे के हम समजदार हो गए है | 


पर ये वो ही क्षण है, की हर शायरी में 

" नीशी " तेरे लिए सवाल छोड़ जाएगी || 

                                               नलिनी सिंह " नीशी "..

मेरी रूह



मेरी रूह तेरे अनमोल इश्क की प्यासी है |

हमे कैद कर लो अपने इश्क में ||

वरना 

हमे अश्को में डूब जाने की इजाज़त दे दो ||



नलिनी सिंह " नीशी "

Thursday, 23 August 2012

બનું તુજ ઝીંદગી


અજનબી શમણાં બની ચુપકીદી થી બનું તુજ ઝીંદગી,

ગાલ પર થી લાગણી નાં સરકતા અશ્રુ બિંદુ બને પાણી,

દિલમાં દર્દનો દરિયો, નશીલી પાંપણો જાણે બેબાકળી.





ઝંખે સોળ શણગાર સજવા વાલમ આગમન નાં અહેસાસ ભાસે, 

માસુમ અદાઓ થી કલમ ના સ્પંદનો ને અસ્તિત્વ ધમાલે ચઢે,

ભીંજાયેલી ઉર્મિઓ તુજને ચાહે , ઉજાગરા ની સિતારા ઓઢણી ઓઢે.

                                                    નલિની સિંહ " નીશી "

Wednesday, 22 August 2012

! ! ...“વફાદાર આંસુડા”... ! !



મુજ નયનો નાં સાથી, એકલતા, 
બેવફા અને વેદનાનાં પ્રિય આ આંસુડા,

જ્યારે મુજ શબ્દો મૌન બને , ત્યારે 
દોટો મેલતા ધોધ બને આ “વફાદાર આંસુડા”. 




જ્યારે વિરહી સંબધો નાં બંધને, 
મુજ અધીરીયું હૈયું પળપળ નીચોવાય, 

ત્યારે રઘવાયા,વલખતા આંસુડા ઓ ની 
ભાષા નો વરસાદ ડબડબ ટપકાય.

                                              નલિની સિંહ " નિશી "

મુજ ચાહત

મુજ નજરો માં છુપાવી, તને જમાના ની 
નજરો થી બચાવવાની ચાહત, 
તુજ હૈયે ચાહતના નશા માં ડૂબી,
દુશ્મન દુનિયા ને ભૂલી જવાની ચાહત. 


તારા રૂદિયા માં વસી, તને સતાવવાની,
મનાવવાની,ચાહવાની ચાહત.
તારી પ્રેમ ભીની લાગણીઓ ના ભીતરના
ખૂણેથી તુજ દીદાર એ આલમ ની ચાહત.


મુજ ઝાંઝર અને કંગના નાં ઝંકારે સરગમે, 
તુજ ને બાવરા બનાવવાની ચાહત.
મુજ બિંદી અને મેહંદી ની રંગત નાં સ્પર્શ થી, 
તુજ તન મન ને રંગવાની ચાહત.


                                                        નલિની સિંહ " નીશી "

!! વૃધત્વ નાં વધામણા રે !! PART : 1

ઈશ્વરની બક્ષિસ એવું આ ઠરેલ ઘડપણ આવ્યું રે, 
જિંદગીને માણવાની કળા હૃદયમાં સમજાય કે.. 


ઘડપણ એટલે “ઈશ્વર લાગણીમાં સંચરી રહ્યો રે, 
આ ઘડપણ આવ્યું ને અળખામના સૌના થયા રે.!!

જોબનીયાને સુવિદાય આપી, 
આગંતુક વૃધત્વ ને આમાન્યા જાતે જ આપજોરે, 
પાનખરના વધામણા ને આવકારતા, 
અંતરિયાનો પોકાર નિસાસો નાખતો રે,




નવી ઘડપણ ની ઉષાને પ્રેમ વટ ખમીર થી
બાપલીયા વધાવજો રે, 
આ સંસારમાં સાર નથી જાણી લેજો સૌ, 
દલડા દુખાય કોને જઈ ને કહીયે રે.!!


પત્થર એટલા દેવ પૂજી, બાધા આખડીઓ થી
મેળવ્યા, પેટ ના જણ્યા રે, 
હવે આ પેટ જણ્યા ને જ સમય નથી મુજ માટે,
આ તે કળિયુગી કેવા વાયરા રે,


પ્રભુ ! તારી કેવી લીલા બલિહારી રે,
કે આ કળિયુગી વાયરા વાગ્યા મુજ રૂદિયે રે,
દગો દીધો માયાજાળની મહોબ્બતે અને
ફસાવ્યો મુજ ને માયાવી મમતા એ રે.!! 

તા. 3/૮/૨૦૧૨                     નલિની સિંહ " નીશી "
— 

Tuesday, 21 August 2012

હું જ નાદાન પગલી ! ! પણ કેમ ઝંખું હું તુજ ને ? 3



હું જ નાદાન પગલી ! ! પણ કેમ ઝંખું હું તુજ ને ?

તને ઝંખવો એ ગુદગુદી મીઠડી ભૂલ હોય તો પણ..

અસ્તિત્વ આખું એનુ મૂલ હોય તો પણ..

એક ક્ષણ શ્વાસ સાટે બધું વસૂલ હોય તો પણ..પણ કેમ ઝંખું હું તુજ ને ? 



મુજ આંસુડા લુછવા તુજ હાથ નાં સ્પર્શ નો એહસાસ..

પણ કેમ ઝંખું હું તુજ ને ?


જેનાં પર મારો હક છે ના કદી, ના હતો, ના કદી બનવાનો છે, 

ના મુજ અમાનત...પણ કેમ ઝંખું હું તુજ ને ?


હું જ નાદાન પગલી ! ! પણ કેમ ઝંખું હું તુજ ને ? 

                                                  નલિની સિંહ "નીશી "

લાગણી



લાગણી કદી બંધન વિનાની નાં હોય, 

અરસ પરસ એક બીજા ની લાગણી ઓ નું. 




બંધન પોતે પ્રેમે સુખપૂર્વક સ્વીકારે તે જ,

હૃદય ની શુદ્ધ લાગણી ઓ ! પામર માનવી. .

                                               નલિની સિંહ "નીશી "

ये जिन्दगी क्या है ?


जिन्दगी एक जी बहलाने वाला खिलौना है, छलावा है,गम का दरिया है,, 

जिन्दगी एक ख्याल है, एक जुल्मी ख्वाब है, आसुओ का जाम है, 

ये जिन्दगी क्या है ? 
अधूरे अरमान, ख़वाहिशो को मिटा के, 
कैसे जिया जाये ये सिखाती है 

मुह से कुछ न कहना है, पर चुपके से 
आहे भर के कैसे जीना है ये सिखाती है 

यहाँ कदम कदम पर सैकड़ों धोखा है, 
मर मर के कैसे जिया जाये सिखाती है 

फिर भी ना जाने हमे... 

ये जिन्दगी से प्यार क्यों है ? तेरी चाहत की आश क्यों है ? 


                                                                      नलिनी सिंह " नीशी " 

Monday, 20 August 2012

मुजे प्यार है



तेरी पायल से ज्यादा तेरी पायल की झंकार से मुजे प्यार है|

तेरे कंगना से ज्यादा तेरे कंगना खनखनाहट से मुजे प्यार है|| 


तेरे आँखों से ज्यादा तेरी आँखों की छलकती मस्ती से मुजे प्यार है| 

तेरी बिंदी से ज्यादा तेरी पवित्र सजी माँग की लाली से मुजे प्यार है||




तेरी चाहत से ज्यादा तेरे चाहने के दिल कश अंदाज़ से मुजे प्यार है|

तेरी चाल मद मस्त से ज्यादा तेरे लहराते आँचल से मुजे प्यार है||


तेरी सुन्दरता से ज्यादा तेरे निश्छल अंतर्मन भाव से मुजे प्यार है|

तेरे प्यार से ज्यादा तेरे प्यार की वफ़ा के एहसास से मुजे प्यार है||

                                                          नलिनी सिंह " नीशी "

થોડી ક્ષણો દઈ દે



સનમ , મારા દિલ ના અધિરીયા ધબકારા તારા નામ પર કરી લે,


અને હવે મને તારી સાથે જીવવા ની થોડી ક્ષણો દઈ દે,




સનમ , મારા લંબાવેલા હાથ ની લકીરો માં તારું નામ જોઈ લે, 


અને હવે મને તુજ સંગ મઝિલ ની સફર માં સાથ દઈ દે. 

                                                         નલિની સિંહ " નીશી "