Sunday, 26 August 2012

તો દર્દ એ દિલ




સનમ ની એક નાની સુની વાત માં, 

સનમ કોની પ્રીત ચઢિયાતી ના ઝગડામાં. 


નફરત નો મહાસાગર ઉમટ્યો, 

જન્મો ની ચિર વિરહ ની વેદના આપી ગયો.






મહોબ્બત નાં આ અંજામ થી  "નીશી " 

રોમ રોમ લાગણીઓ તડપી ઉઠી. 


કમજોર હૃદયે ઉઝરડાથી દિવાના બન્યા, 

તો દર્દ એ દિલ નાં તોફાન થી દેવદાસ બન્યા. 


                                                      નલિની સિંહ "નીશી "

No comments:

Post a Comment