Tuesday, 2 October 2012
Thursday, 27 September 2012
Wednesday, 26 September 2012
Sunday, 23 September 2012
Wednesday, 19 September 2012
Tuesday, 18 September 2012
Sunday, 16 September 2012
મારા હૃદય દર્દનાં
મારા હૃદય દર્દનાં જખમ તારી બેવફાઈ ની નિશાની છે,
મારા વલખતા અધૂરા અરમાન ના અંજામ ની નિશાની છે,
મને ઝૂરતી યાદોમાં ઢસડતી, બરબાદ કહાની ની નિશાની છે,
મને બેધડક મરવા મઝધારે તરછોડી રઝળાવી ની નિશાની છે,
મને બેધડક મરવા મઝધારે તરછોડી રઝળાવી ની નિશાની છે,
મારા બેચેન બેબાકળા સમયની વળગણ યાદ ની નિશાની છે,
મારા નિસાસા નાખતા રઘવાયેલા અંતરિયા ની નિશાની છે.
મારા તરસ્યા રુદિયા નાં લુંટાએલ રજવાડા ની નિશાની છે.
મારા નિસાસા નાખતા રઘવાયેલા અંતરિયા ની નિશાની છે.
મારા તરસ્યા રુદિયા નાં લુંટાએલ રજવાડા ની નિશાની છે.
સમયે વફાઈ કરી !
પણ મુજ હૈયે તુજ આદતન જખમ ની તાજી મોજુદ નિશાની છે.
નલિની સિંહ " નીશી "
પણ મુજ હૈયે તુજ આદતન જખમ ની તાજી મોજુદ નિશાની છે.
નલિની સિંહ " નીશી "
મિલન ની મીઠડી
મિલન ની મીઠડી ઘડી વિન સંસાર અધુરો
હૈયે શુદ્ધ સ્નેહની શાશ્વત સરિતા
આંખો ની મસ્તી, શ્રીંગાર ને દિદાર
વલખતો ચંચલ ઘૂમટો બન્યા બાવરા.
ભીંજાયેલા વાળમાંથી નીખરતી ટપકતી
પાણીની બુંદો બની અગન જ્વાળા.
સુહાની ચાંદની સજી ઝંખવાયા નવલખી
ચુંદડી પાલવડા નાં સિતારા તારલા.
નલિની સિંહ " નીશી "
તુજ દરબારી ઠાઠ નું
તુજ દરબારી ઠાઠ નું ઝળહળતું સામ્રાજ્ય.
તુજ આથમતી પ્રીત ની આદતન રીતલડી.
મુજ દિવાની નું રજવાડું ઝંખવાયુ સામ્રાજ્ય,
મુજ ઘેલી ઉગતી રાતો ની વિરહન નીંદલડી.
સૌન્દર્યની સુમધુર સજીવ મૂર્તિ બની પત્થર ની મૂર્તિ,
અનગિનત અરમાનો ની સજી સળગી ઉઠી અસ્થિ.
સાત સુરો ની સરગમ સળગતી ભાગ્ય હોળી નિસાસા ની,
સાત જન્મો નાં બંધન, નંદવાયી આરાધના પૂજારણ ની.
નલિની સિંહ " નીશી "
મુજ જીવન સંગ
મુજ જીવન સંગ ઉત્સવ ઉજવવા પ્રેમરસ પ્યાલી,
શ્રીંગાર સજતી લટકાળી પગલી, હાલી નીકળી,
લુટવા ઘેલા દિલ નાં રજવાડા, સજી ધજી મદમાતી,
રાત મિલન તરસાવતી, સુહાની ઘૂમટો સરકાવતી.
પ્રેમરસ લઈ રૂમઝૂમતી મદ માનુની,
મુખડું મલકાવતી, યૌવન લુટાવતી,
મતવાલી નઝરની રેલી ને જોબનીયું,
કોઈ જુદા જગતથી પાલવડા ઉલાળતી
નીંદો ઉડાડતી,ઝાંઝરીયા ઝણકારતી,
છુપાવતી રાતની રાણી કામણગારી,
નલિની સિંહ "નીશી "
તુજ બેવફા પ્રીત !
તુજ બેવફા પ્રીત !
મુજ માસૂમ એ મહોબ્બત વફા ની
જીવતી સજા એ મોત ની કહાની છે.
તુજ બેવફા પ્રીત !
મુજ સળગતા અંતરિયા નાં નિસાસા ની
અનકહી અને અનસહી કહાની છે.
તુજ બેવફા પ્રીત !
મુજ લુટાએલ મસ્તાની પ્રીત ના ઝેર પારખા અને
મુજ દિવાની વફાદારી ની સાબિતી ની કહાની છે,
તુજ બેવફા પ્રીત !
મુજ ઓળ ઘોળ મગરૂર પ્રણય આરાધના ભાગ્ય અને
મુજ સજા એ અંજામ ની રઝળતી લાશ ની કહાની છે.
નલિની સિંહ " નીશી "
Friday, 14 September 2012
Subscribe to:
Posts (Atom)

















































