Sunday, 16 September 2012

તુજ દરબારી ઠાઠ નું



તુજ દરબારી ઠાઠ નું ઝળહળતું સામ્રાજ્ય. 

તુજ આથમતી પ્રીત ની આદતન રીતલડી.



મુજ દિવાની નું રજવાડું ઝંખવાયુ સામ્રાજ્ય, 

મુજ ઘેલી ઉગતી રાતો ની વિરહન નીંદલડી. 





સૌન્દર્યની સુમધુર સજીવ મૂર્તિ બની પત્થર ની મૂર્તિ, 

અનગિનત અરમાનો ની સજી સળગી ઉઠી અસ્થિ. 



સાત સુરો ની સરગમ સળગતી ભાગ્ય હોળી નિસાસા ની,

સાત જન્મો નાં બંધન, નંદવાયી આરાધના પૂજારણ ની. 



નલિની સિંહ " નીશી " 








No comments:

Post a Comment