ઉજાગરા અને બાળોતિયા સ્મૃતિ પટળે નિહાળતા
થયા મુજ રૂદિયા જ્ખ્મે હાલ રે,
ઉદાસ ચહેરા, તરસી વિવશ આંખો,
ને વૃદ્ધ તનડા એ બધું લાચાર વશ જોયું મેં,
સૌનું થાતું ઘરડું તનડું, પરંતુ ઘરડું મનડું
સમયાન્તરે અલગ પ્રભાવો પાડતા રે,
હૈયલડું તો સદા જુવાનીયું બનાવ્યું રે,
પ્રદર્શિત થવાના પ્રકારો અલગ થાતા રે!!
જવાની નાં જોશ માં બતાવ્યા ઘરડા ઘર,
ને મુજ આંખલડી ને હૈયું ભીંજાણું રે,
અપમાન વેઠી ને નિસાસો નાખતું આ ચિત્તડુ
હવે બન્યું એક રણક્ષેત્ર રે,
જેમાં બુદ્ધિ ,વિવેક ,લાગણી ઓ અને
ઠાલી મોહ માયાની લડાઈ ઓ ચાલે રે,
જેમાં નાં ફાવ્યું મુજ ચિતડું કે મુજ જણ્યાનાં
દિલ માં કેમે કરી ને સ્થાન મેળવું રે.!!
ઘર કૂળ દિપક ની કૃત્રિમ મીઠી નજર કાજે
" નીશી " આ બેતાબ ભીખરી દિલ દર્દને વરેલું,
વિરહ વેદના છતાં જર્જરિત છે મકાન,
આ નફફટ યાદોનું કૃત્રિમ પોપડું વળગેલુ રે.!!
નલિની સિંહ " નીશી "

No comments:
Post a Comment