Sunday, 2 September 2012

સનમ તને જાકારો દઈને તો જુએ !


સનમ હૃદય નાં દ્વાર ના ખોલે , 
તો હિંમત નાં હાર કાઈ વાંધો નહી.

સનમ હૃદય નાં દ્વાર ના ખોલે તો, 
ખખડાવવાની ક્યા જરૂર છે ?

સનમ હૃદય નાં દ્વાર ના ખોલે તો,
તેની રાહ જોવાની ક્યાં જરૂર છે ?

સનમ ને તારા પર પ્રેમ ઉભરાય, 
ત્યાં સુધી રાહ જોવાની ક્યાં જરૂર છે ?

સંતાઈને કે ડરી ડરી ને પ્રેમ કરવા કરતા,
સાચુકલો પ્રેમ,વફા,વિશ્વાસ ને સમર્પણ સજોડે લઇ ને.




એક વાર જાલિમ સનમ ના હૃદય સુધી પહોચી તો જા , 

તેના હૃદયના ધબકારા અને શ્વાસોચ્શ્વાસ પર,
કબજો જમાવી દે...દિલ માં જઈ ને બેસી જા. 

જો જાલિમ સનમ નાં હૃદયે હામ હશે, 
તો તને જાકારો દઈને તો જુએ ! 

                                                      નલિની સિંહ “નીશી”

No comments:

Post a Comment