મુજ જીવન સંગ ઉત્સવ ઉજવવા પ્રેમરસ પ્યાલી,
શ્રીંગાર સજતી લટકાળી પગલી, હાલી નીકળી,
લુટવા ઘેલા દિલ નાં રજવાડા, સજી ધજી મદમાતી,
રાત મિલન તરસાવતી, સુહાની ઘૂમટો સરકાવતી.
પ્રેમરસ લઈ રૂમઝૂમતી મદ માનુની,
મુખડું મલકાવતી, યૌવન લુટાવતી,
મતવાલી નઝરની રેલી ને જોબનીયું,
કોઈ જુદા જગતથી પાલવડા ઉલાળતી
નીંદો ઉડાડતી,ઝાંઝરીયા ઝણકારતી,
છુપાવતી રાતની રાણી કામણગારી,
નલિની સિંહ "નીશી "

No comments:
Post a Comment