સમયે સુખ ને પચાવતા અને દુખ ને જીરવતાં શીખવ્યું,
પળે પળે બદલાતા માનવી નાં મન સાથે ચાલતાં શીખવ્યું.
ઝીંદગી નાં દરેક રંગ ,જંગ, લીલી સુકી સાથે ઢળતાં શીખવ્યું.
અને આમ, બધે અલ્પ વિરામ મૂકી
સમય ની સંગ સંગ ચાલતા ગયા,
અને ચુપ ચાપ પૂર્ણ વિરામ ભણી
સમય ની સંગ સંગ આગળ વધતા ગયા.
નલિની સિંહ ' નીશી "
અલ્પ વિરોમો નો અંત નહી ને પૂર્ણવિરામ ક્યા હશે કોને ખબર
ReplyDeleteબસ શિખતા ઢબતા અમે અલ્પવિરામો મા જીવતા શીખી ગયા